ભાયલી ગામના તળાવમાં માછલી પકડવાની જાળીમાં મગર ફસાયો, 3 ફૂટના મગરને વન વિભાગે રેસ્ક્યૂ કર્યો

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

વડોદરાઃવડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામના તળાવમાંથી વન વિભાગની ટીમે 3 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો અને મગરને રેસ્ક્યૂ સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યો હતો વડોદરા નજીક આવેલા ભાયલી ગામના તળાવ પાસે માછલી પકડવાની જાળીમાં મગર ફસાઇ ગયો હતો જેથી ગામ લોકોએ તુરંત જ વડોદરા વન વિભાગની ટીમને જાણ કરી હતી જેથી વન વિભાગના જીગ્નેશ પરમાર, નીતિન પટેલ અને ભૂપેન્દ્ર વાઘેલાની ટીમે મગરને રેસ્ક્યૂ કર્યો હતો